ઘરે બેઠા કરો આ સરકારી કામ, દર મહિને થશે ૧૦,૦૦૦ રૂપિયા સુધીની કમાણી

મિત્રો જો તમે પણ ઘરે બેસી ને પૈસા કમાવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. ઘરે બેસીને પૈસા કમાવવા માટે તમારા પાસે માત્ર ઇન્ટરનેટ કોમ્પ્યુટર કે લેપટોપ અને સારું ટાઈપિંગ આવડવું જોઈએ. અમારા દ્વારા જણાવવામાં આવે લા આ ખબરના માધ્યમથી તમે ભારત સરકાર માટે કામ કરી ઘરે બેસી મહિનાના 10,000 રૂપિયા કમાવી શકો છો. તેના માટે તમારે કોઇ જ પ્રકારનું રોકાણ કરવાની જરૂર નથી.

મોદી સરકાર જુની ફાઇલો નો ડિજિટલિકરણ કરવા માંગે છે, અને સરકારના આજ માધ્યમથી લોકો સુધી રોજગાર પણ આપવા માંગે છે, અને તેનાથી તમે પણ સરકારની મદદ કરી અને સારી કમાણી કરી શકો છો. મતલબ તમારી સરકાર માટે ડેટા એન્ટ્રીનું કામ કરવાનું રહેશે અને તેના માટે તમારે https://digitizeindia.gov.in/ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

સરકારની આ વેબસાઇટ પર જઇને તમારે સૌથી પહેલા પોતાને રજીસ્ટર કરવા પડશે તેના માટે તમારી મોબાઈલ નંબર, આધાર કાર્ડ, ઇ-મેલ આઇડી સાથે ઘણી વિગતો આપવી પડશે. આટલું કરીને તમે ગમે ત્યારે ડેટા એન્ટ્રીનું કામ ચાલુ કરી શકો છો. તે વાતનું ધ્યાન રાખવું કે આ કામ કરવા માટે તમે ભારતીય અને તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે.

અહીં તમે જે કામ મળશે તમારે તે કામને કોલમ માં ટાઈપ કરવાનું છે અને તેના માટે સરકારની તરફથી આપેલી files ની પ્રાઇવસી જાળવી રાખવા માટે એક એક શબ્દ આપવામાં આવશે. આ કામની કરવા માટે તમને રિવોર્ડ આપવામાં આવશે જેને તમે રીડિંમ કરીને પૈસા કમાવી શકો છો. અહીં એક રિવર્ડ પોઇન્ટ બે પૈસા બરાબર હોય છે એ જ પોઇન્ટ રીડીમ કરીને તમારા ખાતામાં 2.500 રિવર્ડ પોઇન્ટ હોવા જોઈએ. આ કામ માટે જો તમારે ટાઈપિંગ સ્પીડ સારી હોય તો તમે ઘરે બેસીને મહિનાના 10,000 રૂપિયા કમાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published.